ગુજરાત માં પડસે કમોસમી વરસાદ – અંબાલાલ ની આગાહી.

rain in gujarat weather predication by ambalal
Spread the love

અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન ના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કમોસમી વરસાદ પાડવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં પવનની ઝડપ વધશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 26 માર્ચ સુધીમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 26 એપ્રિલથી 10 મે સુધી તોફાન અને ચક્રવાતની પણ શક્યતા છે.

અને વધારેમાં માહિતી આપતા જણાવે છે કે આ વર્ષે આકરી ગરમી પડશે. જો કે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદી વાતાવરણ રહેશે.

તો ભુજ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર આજે સૌથી વધુ ગરમ રહ્યા છે. આ ચાર શહેરોમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું.

You Might Also Like

ગુજરાતમાં તાપમાન સતત વધી રહ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચી ગયું છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. આ સાથે તેમણે કરા સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગોના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેની સ્પીડ 10-15 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. તાપમાનમાં વધારાની વાત કરતાં હવામાન વિજ્ઞાનીએ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *